06 માર્ચ નો ઈતિહાસ
06 માર્ચ નો ઈતિહાસ
06 માર્ચ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ
2018- કોનરાડ સંગમાએ ભારતના મેઘાલય રાજ્યના 12મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
2016 – નેશનલ ડ્રેસ ડેની શરૂઆત થઇ. નેશનલ ડ્રેસ ડેની શરૂઆથ વર્ષ 2016 માંફેશન અને ડ્રેસ ડિઝાઇનર એશ્લે લોરેન દ્વારા કરવામાં આવી હતી. ડ્રેસની સુંદરતા તરફ ધ્યાન દોરવા, તેમને પહેરતી વખતે બનેલી યાદોને જીવંત કરવા અને તેની ઉજવણી કરવા માટે તે સૌપ્રથમ 2016માં ઉજવવામાં આવ્યો હતો.
2009 – ભારતીય વાયુસેનામાં ત્રણ દાયકા સુધી સેવા આપ્યા પછી, મિગ-23 ફ્લાઈંગ વિંગ ફાઈટરએ તેની છેલ્લી ઉડાન ભરી.
2008 – અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સત્તાધારી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર જ્હોન મેકકેનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે સબરજિતની દયા અરજી ફગાવી દીધી હતી.
2004 – ઉત્તર કોરિયાના યુરેનિયમ આધારિત કાર્યક્રમનો ફરી ઇનકાર.
2003 – અલ્જેરિયાની એક વિમાન દૂર્ઘટનામાં 102થી વધુ મુસાફરોના મોત થયા.
2001 – ફિજીમાં મહેન્દ્ર ચોધરીની વિરુદ્ધ પક્ષમાં બળવાની સ્થિતિ.
1996 – ઇરાકે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ હેઠળ ‘ઓઇલ ફોર ફૂડ’ યોજના સ્વીકારી, આઇરિશ રિપબ્લિક આર્મીએ ત્વરિત યુદ્ધ વિરામને નકારી બ્રિટન સાથે 25 વર્ષનું યુદ્ધ જાહેર કર્યું.
1967 – જોસેફ સ્ટાલિનની પુત્રી સ્વેત્લાના ભારતમાં રશિયન એમ્બેસી મારફતે અમેરિકા પહોંચી.
1953 – જોસેફ સ્ટાલિનનું 74 વર્ષની વયે અવસાન થયું.
ઈતિહાસ : 05 માર્ચ
06 માર્ચ નો ઈતિહાસ જન્મજયંતિ
- ફવાદ મિર્ઝા (1992) – ભારતીય ઘોડેસવાર.
- રામશરણ જોશી (1944)- ભારતીય પત્રકાર, સંપાદક, મીડિયા શિક્ષક અને સમાજશાસ્ત્રી.
- હોકિશે સેમા (1921) – ભારતના નાગાલેન્ડ રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી હતા.
ઈતિહાસ : 04 માર્ચ
06 માર્ચ નો ઈતિહાસ પૃણ્યતિથિ
- સચ્ચિદાનંદ સિન્હા (1950) – ભારતના પ્રખ્યાત સંસદસભ્ય, શિક્ષણવિદ, વકીલ અને પત્રકાર હતા.
- અંબિકા ચક્રવર્તી (1962) – ભારતના મહિલા ક્રાંતિકારી અને નેતા.
- મોતુરી સત્યનારાયણ (1995) – દક્ષિણ ભારતમાં હિન્દી પ્રચાર ચળવળના આયોજક.
- રામ સુંદર દાસ (2015) – એક ભારતીય રાજકારણી અને બિહારના મુખ્યમંત્રી હતા.
- શમ્મી (2018) – પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી.