Type Here to Get Search Results !

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ભરતી BHARTI 4304 POSTS 2024 for Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ભરતી 2024

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB 4304 વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB, ગાંધીનગર દ્વારા તાજેતરમાં 4304 ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB, ગાંધીનગર 4304 ની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB, ગાંધીનગર માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 4304 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 31-01-2024 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 31-01-2024 છે.


 

ખાલી પડેલા પદો વિશે વિગતો

 

જાહેરાત નંબર 2126/202324

 

સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB, ગાંધીનગર

 

કુલ ખાલી જગ્યા: 4304 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

સંવર્ગનું નામ

વિભાગ / ખાતાની વડાની કચેરીનું નામ

કુલ જગ્યા

જુનિયર ક્લાર્ક

વિવિધ ખાતાના વડા

2018

સિનીયર ક્લાર્ક

વિવિધ ખાતાના વડા

532

હેડ કલાર્ક

વિવિધ ખાતાના વડા

169

ઓફિસ આસિસ્ટન્ટ

સચિવાલય, જાહેર સેવા આયોગ

210

જુનિયર કલાર્ક

કલેકટર કચેરીઓ

590

કાર્યાલય અધિક્ષક

કમિશ્નરશ્રી, મત્સ્યોઉદ્યોગની કચેરી

2

કચેરી અધિક્ષક

ખેતી નિયામકની કચેરી

3

સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1

નોંધણી સર નિરીક્ષકની કચેરી

45

સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2

નોંધણી સર નિરીક્ષકની કચેરી

53

સ્ટેમ્પ નિરીક્ષક

સુપ્રિ. ઓફ સ્ટેમ્પસની કચેરી

23

સમાજ કલ્યાણ નિરીક્ષક

નિયામકશ્રી વિકસતી જાતી

46

મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષક

નિયામકશ્રી વિકસતી જાતી કલ્યાણ

13

સમાજ કલ્યાણ નિરીક્ષક

નિયામકશ્રી અનુસૂચિત જાતી કલ્યાણ

102

ગૃહમાતા

નિયામકશ્રી સમાજ સુરક્ષા

6

ગૃહપતિ

નિયામકશ્રી સમાજ સુરક્ષા

14

મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી

નિયામકશ્રી આદિજાતિ વિકાસની કચેરી

65

મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી

નિયામકશ્રી અનુસૂચિત જાતી

7

આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.

372

ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.

26

જુનિયર આસિસ્ટન્ટ

નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી

8

કુલ જગ્યા

 

4304

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે;
(૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
(૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

 

ઉંમર મર્યાદા:

૧. ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
૨. તારીખ: ૩૧.૦૧.૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર 
૨૦ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇશે. અને
ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો- ૧૯૬૭ ની જોગવાઇ અનુસાર રહેશે.

 (કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

 

સ્થળ:- ગુજરાત 

પરીક્ષા ફી

ગૌણ સેવા ની આ ભરતી માટે ગૃપ-એ અને ગૃપ-બી ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે મુજબ પરીક્ષા ફી નિયત કરવામા આવેલી છે.

  • બિનઅનામત કેટેગરીના પુરૂષો માટે પરીક્ષા ફી રૂ.500 રહેશે.
  • તમામ કેટગરીની મહિલાઓ, સા.શૈ.પ. વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એકસ સર્વિસ મેન ઉમેદવારો માટે પરીક્ષા ફી. 400 રહેશે.
  • પરીક્ષા ફી નુ ઓનલાઇન પેમેન્ટ કરી શકાસે.
  • પરીક્ષા મા ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામા આવશે.

 

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પરીક્ષા પદ્ધતિથી કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
1) પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ A અને ગ્રુપ B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પદ્ધતિથી)
2) મુખ્ય પરીક્ષા

તબક્કો ૧ : પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ – A અને ગ્રુપ – B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પધ્ધતિથી)

1.

Reasoning

40 Marks

2.

Quantitive aptitude

30 Marks

3.

English

15 Marks

4.

Gujarati

15 Marks

 

Total

100 Marks

 

 

·          મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ – A અને ગ્રુપ – B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. .

·         પ્રાથમિક પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના પ્રશ્નદીઠ ૧ ગુણ લેખે કુલ ૧૦૦ ગુણ ની રહેશે. પરીક્ષાનો સમય ૬૦ મિનિટનો રહેશે.

·         પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કીંગ રહેશે.

·         દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની ૨૦ મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.

·         પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનીંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહી.

·         અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.

·         પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ – A અને ગ્રુપ – B માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રુપ – A અને ગ્રુપ B માટે મેરીટસના આધારે ભરવાની થતી કેટેગરીવાઈઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ – A અને ગ્રુપ – B માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.

·         મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે.

·         આ પરીક્ષા Computer Based Response Test (CBRT) પદ્ધતિ થી મલ્ટી સેશન માં યોજવાની હોઈ ઉમેદવારોનું નોર્મલાઈઝેશન પધ્ધતિથી યોગ્ય મુલ્યાંકન કરી પરીક્ષાનું પરીણામ

 

તબક્કો – ૨ : મુખ્ય પરીક્ષા

·         પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૮-૦૫-૨૦૨૩ના જાહેરનામા મુજબ ગ્રુપ-A માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ Appendix-G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-H મુજબ રહેશે.

 

લઘુત્તમ લાયકી ધોરણ:-

·         પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યુનત્તમ ગુણવત્તા ધોરણ ૪૦ ટકા રાખવામાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ ૪૦ ટકા માર્કસ નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરતાં ઓછું ન્યુનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં.

 

 

Salary for First Five years: 

·         હેડ કલાર્ક: 40800/-

·         સીનીયર કલાર્ક: 26000/-

·         ઓફિસ આસિસ્ટન્ટ: 26000/-

·         કલેકટર કચેરીના ક્લાર્ક: 26000/-

·         જુનિયર ક્લાર્ક: 26000/-

·         કાર્યાલય અધિક્ષક: 49600/-

·         કચેરી અધિક્ષક: 49600/-

·         સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-9: 49600/-

·         સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨: 40800/-

·         સ્ટેમ્પ નિરીક્ષક: 40800/-

·         સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-

·         મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-

·         સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-

·         ગૃહમાતા: 26000/-

·         ગૃહપતિ: 26000/-

·         મદદનીશ આદિજાતિ – વિકાસ અધિકારી: 49600/-

·         મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-

·         આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર: 26000/-

·         ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર): 40800/-

·         જુનીયર આસીસ્ટન્ટ: 26000/-

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

Apply કરતી વખતે Educational Details ભરાયા બાદ “પરીક્ષા ગ્રુપ પસંદગી” માં કયા ગ્રુપમાં પરીક્ષા આપવાની છે તે માટે કોઈપણ એક ગ્રુપની પસંદગી કરવાની રહેશે.

 

 

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 04-01-2024 (14-00 કલાક)

છેલ્લી તારીખ: 31-01-2024 (23.59 કલાક)

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

Official website:  અહી ક્લિક કરો

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.