રાજકોટ નગરપાલિકા RMC ભરતી 2024
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) વિવિધ પોસ્ટ 2024 માટે ભરતી:-
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
કુલ ખાલી જગ્યા: 15 પોસ્ટ્સ
પોસ્ટ:
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ 01
મેનેજર 08
આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ 03
વોર્ડ ઓફિસર 03
કોણ અરજી કરી શકે
લાયકાત:
૧- ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ ની લાયકાત :
ચાર્ટડ એકાઉન્ટન્ટ (સી.એ.) અથવા કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ (આઈ.સી.ડબલ્યુ.એ.) અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (સી.એમ.એ.)/એમ.કોમ.
અનુભવ--
કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/બોર્ડ/નિગમ /મહાનગરપાલિકામાં હિસાબી અથવા ઓડીટ કામગીરીનો ૦૪(ચાર) વર્ષનો અનુભવ
અથવા કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીમાં મેનેજર કક્ષાનો હિસાબી અથવા ઓડીટ કામગીરીનો ૦૪(ચાર) વર્ષનો અનુભવ
મેનેજર
UGC/AICTE માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક
આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ
ચાર્ટડ એકાઉન્ટન્ટ (સી.એ.) અથવા કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ (આઈ.સી.ડબલ્યુ.એ.) અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (સી.એમ.એ.)/એમ.કોમ.
વોર્ડ ઓફિસર
UGC/AICTE માન્ય યુનિવર્સિટીની કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
કોમ્પ્યુટર વિષયક લાયકાત:
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો-૧૯૬૭ ના નિયમ-૮(૧એ) ની જોગવાઈ મુજબ કોમ્પ્યુટર એપ્લીકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ ના ઠરાવ ક્રમાંક : સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ.૫. સાથેના પત્રક-૧ માં દર્શાવેલ અભ્યાસક્રમને કોમ્પ્યુટરનાં બેઝીક નોલેજ તરીકે જાહેર કરેલ છે.ઉમેદવાર ગુજરાતી અને હિન્દીનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
નાગરિકત્વ:
પરીક્ષામાં પ્રવેશ માટે ઉમેદવાર (ક) ભારતનો નાગરિક અથવા (ખ) નેપાળનોપ્રજાજન (ગ) ભૂતાનનો પ્રજાજન અથવા(ઘ) ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી ૦૧/૦૧/૧૯૬૨ પહેલાભારતમાં આવેલા તિબેટના નિર્વાસિત અથવા (ચ) પાકિસ્તાન, બર્મા,શ્રીલંકા અને પૂર્વ આફ્રિકાના દેશો- કેન્યા, યુગાન્ડા,વિયેતનામ,ઝામ્બીયા,મલાવી, ઝેર, ઇથોપિયા,યુનાઈટેડ,રિપબ્લિક ઓફ ટાન્ઝાનિયાના, દેશોમાંથી સ્થળાંતર કરી ભારતમાં કાયમી વસવાટ કરવાના ઈરાદાથી આવેલ ભારતીય વ્યક્તિ, પરંતુ (ખ) થી (ચ) સુધીના પ્રકારમાની વ્યક્તિઓ ગુજરાત સરકાર પાસેથી પાત્રતા પ્રમાણપત્ર મેળવ્યું હોય તો જ નિમણુંક માટે પાત્ર બનશે. આ જગ્યા માટે ઉમેદવાર ગુજરાત રાજ્યના વતની અને ગુજરાત રાજ્યના ડોમીસાઈલ હોવા જોઈએ.
વયમર્યાદા
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ
૨૧ થી ૩૫ વર્ષ
મેનેજર
૨૧ થી ૩૫ વર્ષ
આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ
૧૮ થી ૩૫ વર્ષ
વોર્ડ ઓફિસર
૧૮ થી ૩૫ વર્ષ
પગારધોરણ
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ
ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩.૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯). (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૫૪૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
મેનેજર
ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩,૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯) (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૫૪૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ
પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૮), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૪૬૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
વોર્ડ ઓફિસર
પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૮), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૪૬૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
અરજી ફી
બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ રૂ.૫૦૦/- (પાંચ સો પુરા) અરજી ફી તરીકે ભરવાના રહેશે જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ.૨૫૦/-(બસ્સો પચાસ) અરજી ફી તરીકે ભરવાના રહેશે. આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે. અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનો અરજી નં. તથા ટ્રાન્ઝેક્શન આઈ.ડી.સાચવી રાખવાના રહેશે. અરજી ફી ભર્યા બાદ રીફંડ આપવામાં આવશે નહિ. ફી ભર્યા વગરની અરજી રદ્દ થવા પાત્ર રહેશે. અરજી ફી ન ભરનાર ઉમેદવારને કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા/સ્ક્રીનિંગ ટેસ્ટ/મૌખિક ઇન્ટરવ્યુ પૈકી નિમણુંક અધિકારી દ્વારા જે કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવશે તેમાં બેસવા દેવામાં આવશે નહિ.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 05-03-2024
છેલ્લી તારીખ: 26-03-2024
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.