વડોદરા મહાનગરપાલિકા VMC ભરતી 2024
વડોદરા મહાનગરપાલિકા VMC વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024
વડોદરા મહાનગરપાલિકા VMC દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા VMC વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: વડોદરા મહાનગરપાલિકા VMC
કુલ ખાલી જગ્યા: 73 પોસ્ટ્સ
પોસ્ટ:
આયુષ મેડીકલ ઓફિસર 06
જુનિયર ક્લાર્ક 08
કેસ રાઇટર 19
પટાવાળા 13
આયાબેન 21
ડ્રેસર 06
કુલ જગ્યા 73
કોણ અરજી કરી શકે
લાયકાત:
આયુષ મેડિકલ ઓફિસર (કરાર આધારિત)
· શિક્ષણ – આયુર્વેદ અથવા હોમિયોપેથીમાં સ્નાતકની ડિગ્રી
· પગાર – ₹ 22,000 પ્રતિ મહિને ફિક્સ
· વયમર્યાદા – 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.
જુનિયર ક્લાર્ક (આઉટ સોર્સિંગ)
· શિક્ષણ – કોઈપણ વિષયમાં સ્નાતક અને કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ડિપ્લોમા અથવા પ્રમાણપત્ર કોર્સ.
· અનુભવ – MIS સિસ્ટમમાં 3 થી 5 વર્ષનો અનુભવ
· પગાર – ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો મુજબ
· વયમર્યાદા – 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.
કેસ રાઈટર (આઉટ સોર્સિંગ)
· શિક્ષણ – ધોરણ 12 પાસ
· અનુભવ – આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો કામ કરવાનો અનુભવ
· પગરા – ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો મુજબ
· વયમર્યાદા – 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.
પટાવાળા (આઉટસોર્સિંગ)
· શિક્ષણ – લઘુત્તમ 8મું ધોરણ પાસ, પ્રાધાન્યમાં અંગ્રેજીમાં નિપુણતા
· પગાર – શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો મુજબ
· વયમર્યાદા – 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.
આયાબેન (આઉટ સોર્સિંગ)
· શિક્ષણ – લઘુત્તમ ચોથું ધોરણ પાસ
· અનુભવ – સમાન ક્ષેત્રમાં 3 વર્ષનો અનુભવ
· પગાર – શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો મુજબ
· વયમર્યાદા – 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.
ડ્રેસર – UCHC (આઉટ સોર્સિંગ)
· શિક્ષણ – ધોરણ 7 પાસ ગુજરાતી શિક્ષિત
· અનુભવ – સમાન ક્ષેત્રમાં કામનો અનુભવ
· પગાર – શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો અનુસાર
· વયમર્યાદા – 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
જાહેરાતની સામાન્ય જોગવાઇઓઃ
1.
ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
2. રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૧૩/૦૩/૨૦૨૪ (૧૩-૦૦ કલાક) થી તા. ૨૨/૦૩/૨૦૨૪(૨૩-૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
3. શૈક્ષણિક માહીતી: દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહીતી જો સામેલ education qualification
details મા ના હોય તો OTHER1 અને કોમ્પુટર કોર્ષ ની માહીતી OTHER2 માં ભરવી.
4. વયમર્યાદાઃ
જગા નં ૧, ૨ અને ૩ માટે -૫૮ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. જગા નં ૪, ૫ અને ૬ માટે – ૪૫ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
5. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.
6. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ.
7. ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
8. ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે.
9. આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
10. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
11. આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
12. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 13-03-2024
છેલ્લી તારીખ: 22-03-2024
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.