Type Here to Get Search Results !

ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ GSET 2024 Gujarat SET Eligibility AND other details

GSET 2024: ગુજરાત SET અરજી ફોર્મની તારીખો, પાત્રતા

 

ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (ગુજરાત SET) 2024: ગુજરાત સેટ અરજી ફોર્મની તારીખો, પાત્રતા:- 

 

મદદનીશ પ્રોફેસર Assistant Professor માટે ગુજરાત રાજ્ય પાત્રતા કસોટી

રવિવાર, 01મી ડિસેમ્બર 2024 ના રોજ હાથ ધરવામાં આવશે

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા સ્ટેટ એજન્સી- ગુજરાત રાજ્ય


 

અગત્યની માહિતી તથા તારીખ

ઓનલાઇન ફી ચુકવણી (પગલું ૧)

ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું ૨)

૨૧ ઓગસ્ટ ૨૦૨૪ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી

GSET પરીક્ષા માટે આવશ્યક ફી ભરવી(પગલું-૧) અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું (પગલું-૨), બંને ફરજીયાત છે.

પરીક્ષાની તારીખ

રવિવાર, ૧ ડિસેમ્બર ૨૦૨૪

પરીક્ષાનો સમયગાળો

3 કલાક (સવારે ૦૯:૩૦ થી બપોરે ૧૨:૩૦)

પરિક્ષાનો સમય

પેપર -| ૧ કલાક (સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૩૦)

પેપર - || ૨ કલાક (સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૩૦)

વેબસાઇટ

www.gujaratset.ac.in

 

1. ઉમેદવારે ફી ચૂકવતા પહેલા અને ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા આ માહિતી પુસ્તિકાની તમામ માહિતી અને સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી. સૂચનાઓનું પાલન ન કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવશે.

2. ફીની ચુકવણી, ઓનલાઈન અરજી ફોર્મ તેમજ OMR શીટ (જવાબ પત્રક)માં ખોટી વિગતો ભરવા અંગેની જવાબદારી સંપૂર્ણપણે ઉમેદવારની પોતાની રહેશે.

3. ફી ચુકવણી અને ઓનલાઈન અરજી ફોર્મમાં કેટેગરી (જાતિ/દિવ્યાંગ/નોન. ક્રીમી.) અને પોસ્ટ-ગ્રેજ્યુએશન ડિગ્રી અને વિષય યોગ્ય રીતે દાખલ કરો.

4. GSET પરીક્ષા માટે અનામત નીતિ ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રહેશે. ગુજરાત રાજ્યના SEBC ઉમેદવારો પાસેથી કેન્દ્ર સરકારના OBC પ્રમાણપત્ર સ્વીકાર્ય નથી.

5. SEBC ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે NCL (નોન-ક્રિમી લેયર) પ્રમાણપત્ર તાજેતરનું તથા કાયદામાન્ય છે.

6. General-EWS ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે EWS પ્રમાણપત્ર તાજેતરનું તથા કાયદામાન્ય છે.

7. અન્ય રાજ્ય ના અનામત વર્ગના ઉમેદવારો, એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારો, ને General કેટેગરીના ઉમેદવાર ગણવામાં આવશે.

8. ઉમેદવારે ઓનલાઇન અરજીની પ્રીન્ટ કોપી, ફી પાવતી કે પરીક્ષા માટેની યોગ્યતા માટે ના કોઇપણ પ્રમાણપત્ર GSET ઓફીસ, વડોદરા ને મોકલવાના રહેશે નહી.

9. ઉમેદવાર GSET ની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે સંજોગોમાં, એપ્લીકેશન ફોર્મ અને પરીક્ષાની હોલ ટિકીટ સાથે શૈક્ષણીક લાયકાત અને કેટેગરીને લાગતા દસ્તાવેજો, ગુણ પત્રકો, પ્રમાણપત્રો વિગેરે.. ફરજીયાત સાચવવાના રહેશે કે જેથી GSET લાયકાત ધરાવતા ઉમેદવારની અધ્યાપક સહાયક તરીકે નિમણુંક આપતા પહેલાં ગુજરાત રાજ્યની યુનિવર્સિટી અથવા સરકારી/સંલગ્ન/ખાનગી કોલેજ દ્વારા ફરજીયાત કરવાની થતી GSET પ્રમાણપત્રની ખરાઈ વખતે રજુ કરી શકાય. આથી ઉપર જણાવેલ તમામ દસ્તાવેજો સાચવીને રાખવા એ ઉમેદવારના પોતાના હિતમાં છે.

કોણ અરજી કરી શકે

GSET & Post Graduation Subject

 

 

 

લાયકાત:

જે ઉમેદવારોએ UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા અંતિમ વર્ષ નો અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારો જ GSET ની પરીક્ષા આપી શકશે.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

 

ઉંમર મર્યાદા:

મદદનીશ પ્રોફેસરની પાત્રતા માટે GSET માં અરજી કરવાની કોઈ ઉચ્ચ વય મર્યાદા નથી

 

પરીક્ષા ફી

રૂ. ૯૦૦/- + બેંક ચાર્જ

General / General-EWS / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC નોન ક્રિમીલેયર) ઉમેદવારો માટે

રૂ. ૭૦૦/- + બેંક ચાર્જ SC / ST / થર્ડ જેન્ડર ઉમેદવારો માટે

રૂ. ૧૦૦/- + બેંક ચાર્જ PWD(PH/VH) ઉમેદવારો માટે

ફી જમા કરાવવાની પદ્ધતિ

ઉમેદવારે ફી ભરવા (પગલું ૧) માટે GSET ની વેબસાઈટ : www.gujaratset.ac.in ની મુલાકાત લેવી. પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની ચુકવણી નેટ બેન્કિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્વારા કરી શકાશે.

ફી ચુકવણી માટે સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો અને આવશ્યક પરીક્ષા ફી ની સફળતાપુર્વક ચુકવણી બાદ ફી ભાર્યાની પાવતીની પ્રિન્ટ લઇ લો.

GSET પરીક્ષા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન (પગલું -૨) કરવા, ફી ભાર્યાની પાવતીમાં આપેલ Order Number અને SBIePay Reference ID નોંધી લો અને સાચવીને રાખો.

ઉમેદવારે ફી ભાર્યાની પાવતી ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવી.

ઉમેદવારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડીમાન્ડ ડ્રાફ્ટ, મનીઓર્ડર, પે ઓર્ડર, ચેક કે કે ઇંડીયન પોસ્ટલ ઓર્ડર (IPO) દ્વારા ભરેલી ફી સ્વીકારવામાં આવશે નહીં.

પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી વિગેરે.. એકવાર ભરાઇ ગયા પછી કોઇપણ સંજોગોમાં પરત મળશે નહીં.

 

પરીક્ષા પદ્ધતિ:

GSET પરીક્ષામાં કુલ બે પેપર લેવામાં આવશે. બન્ને પેપરમાં માત્ર બહુવૈકલ્પિક પ્રશ્નો નો જ સમાવેશ કરવામાં આવશે અને પરીક્ષા દર્શાવ્યા મુજબ લેવામાં આવશે.


પેપર - ૧ માં ૫૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન ૨ ગુણનો રહેશે. પેપર-૧ સામાન્ય સ્વરૂપનું હોય છે જેનો મુખ્ય હેતુ ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનો છે. પેપર - ૧નો હેતુ ખાસ કરીને ઉમેદવારની તર્કશક્તિ, આકલન શક્તિ, સૂચના તથા જ્ઞાનના સ્રોતોની સામાન્ય જાણકારી અને વિશિષ્ટ વિચારશક્તિનું મૂલ્યાંકન કરવાનો છે.

પેપર - ૨ માં ઉમેદવારે પસંદ કરેલ વિષય પર આધારિત ૧૦૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન ર ગુણનો રહેશે.

બન્ને પેપર ના પ્રશ્નો(ભાષા અને વિજ્ઞાન ના વિષયો સિવાય ના) ગુજરાતી અને અંગ્રેજી એમ બંનેમાં હશે. ભાષાના વિષયના પ્રશ્નો જે તે ભાષા તથા વિજ્ઞાનના વિષયના પ્રશ્નો અંગ્રેજીમાં હશે. પરીક્ષામાં પેપર-૧ અને ર માં કોઈ પ્રશ્નના ગુજરાતી અને અંગ્રેજી સંસ્કરણમાં કોઈપણ વિસંગતતાના કિસ્સામાં અથવા અનુવાદ/રચનામાં અસ્પષ્ટતાના કિસ્સામાં, અંગ્રેજી સંસ્કરણને અંતિમ માનવામાં આવશે અને આ સંદર્ભમાં GSETનો નિર્ણય અંતિમ ગણાશે.

ઉમેદવારોએ પેપર - ૧ અને પેપર - ૨ ના પ્રશ્નોના ઉત્તર તેમને અલગથી આપવામાં આવેલ Optical Mark Reader(OMR) sheet જવાબ પત્રકમાં જ ભરવાના રહેશે.

ખોટા જવાબ માટે નકારાત્મક ગુણમૂલ્યાંકન પદ્ધતિ અમલ માં નથી.

ઉમેદવાર બન્ને પેપરની પરીક્ષા આપે તે ફરજિયાત છે. કોઇ ઉમેદવાર પેપર-૧ ની પરીક્ષા ન આપે તો તે પેપર -2 ની પરીક્ષા આપી શકે નહીં.

ઉમેદવારે પેપર - ૧ અને પેપર - ૨ ની ઓરીજીનલ OMR જવાબવહી પરીક્ષાખંડ છોડતાં પહેલાં નિરીક્ષકને પરત કરી દેવી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવાર પેપર - ૧ અને પેપર - ૨ ની પ્રશ્ન પુસ્તિકાઓ તથા OMR જવાબવહીની ડુપ્લિકેટ કોપી પોતાની સાથે લઈ જઈ શકે છે.

GSET પરીક્ષામાં પુન: મુલ્યાંકન / પુન: ચકાસણી કરવામાં આવતી નથી. આ સંદર્ભમાં કોઈપણ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં.

પરીક્ષાનો અભ્યાસક્રમ

ગુજરાત સેટ (GSET)ની પરીક્ષાનો અભ્યાસક્રમ UGC / CSIR- NETને સમકક્ષ રહેશે. ગુજરાત સેટ (GSET)માં સમાવિષ્ટ તમામ વિષયોનો અભ્યાસક્રમ GSET ની વેબસાઇટ : www.gujaratset.ac.in પરથી ડાઉનલોડ કરી શકાશે. GSET એજન્સી, વડોદરા કોઇપણ ઉમેદવારને વ્યક્તિગત રીતે અભ્યાસક્રમ મોકલશે નહી.

વિજ્ઞાનના વિષયો જેમ કે, મેથેમેટીકલ સાયન્સીસ, ફીઝીકલ સાયન્સીસ, કેમીકલ સાયન્સીસ, લાઇફ સાયન્સીસ, અર્થ સાયન્સીસનો અભ્યાસક્રમ CSIR- NET ને સમકક્ષ જ રહેશે. પરંતુ પરીક્ષા પદ્ધતિ UGC - NET સમકક્ષ રહેશે. એ સિવાયના બધા વિષયોનો અભ્યાસક્રમ UGC - NET ને સમકક્ષ જ રહેશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 21-08-2024

છેલ્લી તારીખ: 16-09-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 



  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.