Type Here to Get Search Results !

GSRTC Helper Recruitment 2026 for 2510 Posts

 GSRTC હેલ્પર ભરતી 2026 2510 જગ્યાઓ


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હેલ્પર 2510 ભરતી 2026

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા હેલ્પરની જગ્યાઓ માટે કુલ 2510 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રતિષ્ઠિત સાહસમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર OJAS વેબસાઈટ મારફતે અરજી કરવાની રહેશે. પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ શૈક્ષણિક લાયકાત અને એપ્રેન્ટિસશિપના અનુભવના ગુણભાર (વેઇટેજ) આધારે કરવામાં આવશે. અરજી કરતા પહેલા ઉમેદવારોને ઓફિશિયલ જાહેરાત ધ્યાનપૂર્વક વાંચી લેવાની અને તમામ લાયકાતો પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે.

ભરતી વિગતો

વિગત

માહિતી

ભરતી મંડળ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)

પોસ્ટનું નામ

હેલ્પર

કુલ જગ્યાઓ

2510

પગાર

રૂ. 21,100/- (5 વર્ષ માટે ફિક્સ)

અરજી મોડ

ઓનલાઈન

અરજી શરૂ થવાની તારીખ

07 સપ્ટેમ્બર 2026

અરજી કરવાની છેલ્લી તારીખ

06 ઓક્ટોબર 2026

સત્તાવાર વેબસાઈટ

gsrtc.in / ojas.gujarat.gov.in

કેટેગરી મુજબ જગ્યાઓની વિગત (કુલ 2510 જગ્યાઓ)

કેટેગરી

પુરુષ

મહિલા

કુલ

બિન-અનામત (General)

573

330

903

EWS

175

85

260

SEBC (ઓબીસી)

442

217

659

SC

114

56

170

ST

280

137

417

માજી સૈનિક (Ex-Servicemen)

502

-

502

દિવ્યાંગ (PH)

52

-

52

કુલ (Grand Total)

-

-

2510

શૈક્ષણિક લાયકાત (Eligibility Criteria)

 લઘુત્તમ લાયકાત માટે સરકાર માન્ય ITIમાં મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રિપેરર, વેલ્ડર, મશીનિસ્ટ, કારપેન્ટર અથવા પેઇન્ટર જેવા ટ્રેડમાં ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ પાસ હોવો જરૂરી છે. સમાન ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી NCVT પ્રમાણપત્ર હોય તો વધારાના 10 ગુણ મળશે.

  • ITI સર્ટિફિકેટ: ઉમેદવારે નીચેનામાંથી કોઈપણ એક ટ્રેડમાં સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઓછામાં ઓછો એક વર્ષનો ITI કોર્સ પાસ કરેલો હોવો જોઈએ:
    • મેકેનિક મોટર વ્હીકલ
    • મેકેનિક ડીઝલ
    • જનરલ મેકેનિક
    • ફિટર
    • ટર્નર
    • ઈલેક્ટ્રિશિયન
    • શીટ મેટલ વર્કર
    • ઓટોમોબાઈલ બોડી રિપેરર
    • વેલ્ડર
    • વેલ્ડર કમ ફેબ્રિકેટર
    • મશીનિસ્ટ
    • કાર્પેન્ટર
    • પેઇન્ટર જનરલ
    • ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરર
  • કમ્પ્યુટર જ્ઞાન: માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી બેઝિક કમ્પ્યુટરનું પ્રમાણપત્ર/માર્કશીટ, અથવા કમ્પ્યુટરમાં ડિપ્લોમા/ડિગ્રી, અથવા ધોરણ 10 કે 12 માં કમ્પ્યુટર વિષય ધરાવતા હોવા જોઈએ.
  • એપ્રેન્ટિસશિપ (વધારાના ગુણભાર માટે): સંબંધિત ITI ટ્રેડમાં એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરેલી હોવી જોઈએ અને માન્ય NCVT પ્રમાણપત્ર તેમજ માર્કશીટ ધરાવતા હોવા જોઈએ.

અરજી ફી (Application Fee)

અરજી ફી નોન-રિફંડેબલ (પરત મળે તેવી) છે અને ઓનલાઈન ચૂકવવાની રહેશે.

કેટેગરી

ફી

બિન-અનામત (General)

રૂ. 300/- + GST

અનામત (મહિલા, SEBC, SC, ST, EWS, દિવ્યાંગ, માજી સૈનિક)

રૂ. 200/- + GST

  • પેમેન્ટ મોડ: ઓનલાઈન (https://ojas.gujarat.gov.in દ્વારા)
  • નોંધ: ચૂકવેલી ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.

વય મર્યાદા (Age Limit)

ઉમેદવારની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે જ હોવી જોઈએ. અનામત વર્ગ, મહિલા, દિવ્યાંગ અને માજી સૈનિકોને નિયમાનુસાર છૂટછાટ મળશે.

અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ વય મર્યાદા:

  • ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર (બિન-અનામત પુરુષ): 35 વર્ષ
  • મહત્તમ ઉંમર (બિન-અનામત મહિલા): 40 વર્ષ
  • મહત્તમ ઉંમર (અનામત પુરુષ): 40 વર્ષ
  • મહત્તમ ઉંમર (અનામત મહિલા): 45 વર્ષ
  • મહત્તમ ઉંમર (માજી સૈનિક): 45 વર્ષ
  • મહત્તમ ઉંમર (દિવ્યાંગ ઉમેદવાર): 45 વર્ષ

બિન-અનામત પુરુષ ઉમેદવારોની જન્મતારીખ 06/10/1991 થી 06/10/2008 ની વચ્ચે હોવી જોઈએ. નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે.

પગાર / સ્ટાઇપેન્ડ (Salary / Stipend)

  • પગાર: પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ રૂ. 21,100/- પ્રતિ માસ (કોન્ટ્રાક્ટ બેઝ પર)
  • 5 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી, GSRTC ના નિયમો મુજબ હેલ્પર કેટેગરીના પ્રવર્તમાન પે-સ્કેલમાં રેગ્યુલર નિમણૂક મેળવવા પાત્ર થશે.
  • કોન્ટ્રાક્ટ સમયગાળા દરમિયાન નિયમો મુજબ મળવાપાત્ર સિવાયના અન્ય કોઈ ભથ્થાં કે લાભો મળશે નહીં.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  1. સ્પર્ધાત્મક પરીક્ષા: 100 ગુણની OMR અથવા CBRT આધારિત હેતુલક્ષી (MCQ) પરીક્ષા લેવામાં આવશે.
  2. ગુણભાર (Weightage):
    • MCQ પરીક્ષાના ગુણને 90% ગુણભાર.
    • NCVT પ્રમાણપત્ર સાથેના એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટને 10% ગુણભાર.
  3. મેરિટ લિસ્ટ: કુલ 100% ગુણભારના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે.
  4. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: જગ્યાઓના 1:1.5 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે.
  5. વિશેષ ગુણભાર:
    • પુનઃલગ્ન કરનાર વિધવા ઉમેદવારોને મેળવેલ ગુણ પર વધારાનું 5% વેઇટેજ.
    • માન્યતા પ્રાપ્ત રમતના ખેલાડીઓને મેળવેલ ગુણ પર વધારાનું 5% વેઇટેજ.

પરીક્ષા સિલેબસ (100 ગુણ, સમય: 2 કલાક)

વિષય

ગુણ

સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભૂગોળ / વર્તમાન બનાવ (ધોરણ 10 કક્ષા)

30

ગુજરાતી વ્યાકરણ (ધોરણ 10 કક્ષા)

5

અંગ્રેજી વ્યાકરણ (ધોરણ 10 કક્ષા)

5

વિષય/ટ્રેડ સંબંધિત પ્રશ્નો

50

બેઝિક કમ્પ્યુટર જ્ઞાન

10

કુલ

100

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

પ્રસંગ / પ્રક્રિયા

તારીખ

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ

07 સપ્ટેમ્બર 2026

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ

06 ઓક્ટોબર 2026 (રાત્રે 23:59 વાગ્યા સુધી)

ફી ભરાવવાની છેલ્લી તારીખ

08 ઓક્ટોબર 2026 (રાત્રે 23:59 વાગ્યા સુધી)

અરજી કેવી રીતે કરવી? (How to Apply)

  1. ઓફિશિયલ OJAS વેબસાઈટ ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
  2. "Apply Online" પર ક્લિક કરો અને "Helper" પોસ્ટ પસંદ કરો.
  3. "Apply Now" પર ક્લિક કરી અરજી ફોર્મ ખોલો.
  4. તમામ જરૂરી "Personal Details" (લાલ ફુડડી * નિશાન વાળી) ભરો.
  5. શૈક્ષણિક વિગતો (Educational Details) અને વધારાની લાયકાત ઉમેરો.
  6. કમ્પ્યુટર જ્ઞાનની વિગતો દાખલ કરો.
  7. "Self Declaration" ધ્યાનથી વાંચો, "Yes" પર ક્લિક કરી શરતો સ્વીકારો અને "Save" પર ક્લિક કરો.
  8. જનરેટ થયેલ "Application Number" નોંધો.
  9. તમારો ફોટો અને સહી અપલોડ કરો (JPG ફોર્મેટ, મહત્તમ 10KB):
    • ફોટો સાઈઝ: 5 cm (ઊંચાઈ) x 3.6 cm (પહોળાઈ)
    • સહી સાઈઝ: 2.5 cm (ઊંચાઈ) x 7.5 cm (પહોળાઈ)
  10. Application Number અને જન્મતારીખનો ઉપયોગ કરી "Confirm Application" પર ક્લિક કરો.
  11. વિગતો ચકાસી અરજી "Confirm" કરો. કન્ફર્મેશન નંબર જનરેટ થશે જે સાચવી રાખવો.
  12. "Online Payment Gateway" લિંક દ્વારા ઓનલાઈન ફી ભરો.
  13. ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ સાચવી રાખો.
  14. મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)

    જાહેરાત જોવા માટે: 

     અહી ક્લિક કરો

    ઓનલાઇન અરજી કરવા માટે:

     અહી ક્લિક કરો

     

    વધુ માહિતી માટે જોવા માટે: 

     અહી ક્લિક કરો

     

     

     નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

     

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.