આજ ના દિવસ નો ઈતિહાસ : 6 જાન્યુઆરી
આજે 6 જાન્યુઆરી, 2023 (6 January) છે.આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઈન્દિરા ગાંધીની હત્યાના દોષિત સતવંત સિંહ અને કેહર સિંહ બંનેને ફાંસી આપવામાં આવી. ઇતિહાસની તવારીખમાં નજર કરીયે તો અંધ વ્યક્તિઓના અક્ષરદાતા કહેવાતા લુઇ બ્રેઇલની પુણ્યતિથિ છે, તેમનું 6 જાન્યુઆરી 1852ના રોજ નિધન થયુ હતુ. તો ખિલજી વંશના શાસક અલાઉદ્દીન ખિલજી અને હિન્દી ફિલ્મોના કલાકાર ઓમ પુરીનો પણ આજના દિવસ જ અવસાન થયુ હતુ. તે ઉપરાંત આજે ઓસ્કર પુરસ્કાર વિજેતા જાણીતા સંગીતકાર એ.આર. રહેમાન. ક્રિકેટર કપિલ દેવ અને રંગમંચના પ્રસિદ્ધ કલાકાર વિજય તેંદુલકરનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
ઈતિહાસ : 5 જાન્યુઆરી
મહત્વપૂર્ણ ઘટનાઓ 6 જાન્યુઆરી
· 1989 – ઈન્દિરા ગાંધીની હત્યારા સતવંત સિંહ અને કેહર સિંહને ફાંસી આપવામાં આવી.
વર્ષ 1989માં 6 જાન્યુઆરીના રોજ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ગોળી મારીને હત્યા કરનાર હત્યારા સુરક્ષાકર્મી સતવંત સિંહ અને કેહર સિંહને ફાંસી આપવામાં આવી હતી. અ બંને વ્યક્તિઓ ઇન્દિરા ગાંધીના અંગરક્ષક હતા. તેમણે 31 ઓક્ટોબ, 1984ના રોજ ઇન્દિરા ગાંધીની દિલ્હી સ્થિત તેમના જ નિવાસસ્થાન ગોળી મારી હતી. આ ઘટનાના પાંચ વર્ષ બાદ 6 જાન્યુઆરી 1989ના રોજ તિહારી જેલમાં સવારે 6 વાગે બંને હત્યારાઓને ફાંસી આપવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીની હત્યાના ષડયંત્રમાં સુરક્ષાક્રમી બિઅંત સિંહ પણ સામેલ હતા જો કે સામે વળતા જવાબમાં અન્ય સુરક્ષાકર્મીએ બિઅંત સિંહ પર ગોળીબાર કરતા ત્યાં જ તેનું મોત થયુ હતુ. સતવંત સિંહે તેની પાસે રહેલી ઓટોમેટિક કાર્બાઇન ગનમાંથી 30 ગોળી ઇન્દિરા ગાંધી પર છોડી હતી.
· 2008 – અમેરિકાના પશ્ચિમ કિનારે ચક્રવાતે તબાહી મચાવી છે.
· 2007 – ઉત્તર પ્રદેશની હિન્દી સંસ્થા દ્વારા સાહિત્યના ક્ષેત્રમાં આપવામાં આવતા વાર્ષિક પુરસ્કારો હેઠળ વર્ષ 2007 માટે ભારત ભારતી સન્માન કેદારનાથ સિંહને આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
· 2002 – ભારતે સરહદમાં ઘૂસીને પાકિસ્તાનનું જાસૂસી વિમાન તોડી પાડ્યું
· સાર્ક સંમેલનનું સમાપન થયું, કાઠમંડુ ઘોષણાપત્રમાં આતંકવાદને ખતમ કરવા પર ભાર
· ભારતની રાજકીય સફળતા – બ્રિટનના વડા પ્રધાન ટોની બ્લેર અને ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની વાતચીત બાદ દિલ્હીમાં થયેલી સમજૂતી પર હસ્તાક્ષર થયા.
· 2012 – સીરિયાની રાજધાની દમાસ્કસમાં આત્મઘાતી હુમલામાં 26 લોકોના મોત, 63 ઘાયલ થયા હતા.
· 1664 – છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર હુમલો કર્યો.
· 2003 – રશિયાએ સંયુક્ત રાષ્ટ્રની પરવાનગી વગર જ ઇરાક સામે લશ્કરી કાર્યવાહી કરવા પર અમેરિકાને ચેતવણી આપી.
· બાંગ્લાદેશના ચલણમાંથી શેખ મુજીબનું ચિત્ર હટાવવામાં આવ્યું, અમેરિકામાં વધુ એક વિમાન બિલ્ડિંગ સાથે અથડાયું.
· 1980 – ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ પાર્ટીને સાતમી લોકસભા ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી મળી.
· 1976 – ચીને લોપ નોર વિસ્તારમાં પરમાણુ પરીક્ષણ કર્યું.
· 1950 – બ્રિટને ચીનની સામ્યવાદી સરકારને માન્યતા આપી.
· 1947 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ ભારતના ભાગલાનો સ્વીકાર કર્યો.
· 1929 – ભારતમાં ઉપેક્ષિત અને ગરીબ લોકોની સેવા કરવા માટે મધર ટેરેસા કલકત્તા (હવે કોલકાતા) પરત ફર્યા.
· 1983 – આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રથમવાર પરાજય થયો.
ઇતિહાસ : 2 જાન્યુઆરી
આજ ના દિવસ નો ઈતિહાસ 6 જાન્યુઆરી જન્મજયંતિ
- એ.આર. રહેમાન (1966) – ઓસ્કર પુરસ્કાર વિજેતા ભારતીય સંગીતકાર
- બાના સિંહ (1949) – ભારતીય સેનાના સુબેદાર પરમવીર ચક્રથી સન્માનિત.
- ગુલાબ કોઠારી (1949) – ભારતીય પત્રકાર, લેખક અને ‘રાજસ્થાન પત્રિકા’ના મુખ્ય સંપાદક.
- કપિલ દેવ (1959) – ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન.
- કમલેશ્વર (1932) – હિન્દીના પ્રખ્યાત સાહિત્યકાર
- વિજય તેંડુલકર (1928) – ભારતીય નાટ્યકાર અને થિયેટર કાર્યકર.
- ભરત વ્યાસ (1918) – બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર
- એડવર્ડ ગિરેક (1913) – પોલેન્ડના પ્રથમ સચિવ હતા.
- જી. એન. બાલાસુબ્રમણ્યમ (1910) – ભારતીય કર્ણાટક સંગીતકાર
- આમીર રઝા હુસૈન (1957) – ભારતના થિયેટર અભિનેતા અને દિગ્દર્શક.
- નરેન્દ્ર કોહલી (1940) – પ્રખ્યાત લેખક.
- ખલીલ જિબ્રાન (1883) – વિશ્વના શ્રેષ્ઠ વિચારક અને મહાન કવિ તરીકે ખ્યાતિ મેળવનાર મહાન ફિલસૂફ.
- રવિ નાઈક (1951) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
ઈતિહાસ : 3 જાન્યુઆરી
આજ ના દિવસ નો ઈતિહાસ 5 જાન્યુઆરી પૃણ્યતિથિ
- ઓમ પુરી (2017) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા.
- અલાઉદ્દીન ખિલજી (1316) – ખિલજી વંશના શાસક સુલતાન.
- ગુલામ મોહમ્મદ શાહ (2009) – જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ આઠમા મુખ્યમંત્રી હતા.
- પ્રમોદ કરણ સેઠી (2008) – પ્રખ્યાત ભારતીય ડૉક્ટર.
- જયદેવ (1987) – ભારતીય સંગીતકાર અને બાળ અભિનેતા.
- મિનાતી મિશ્રા (2020) – ઓડિસીની પ્રખ્યાત ભારતીય નૃત્યાંગના હતા.
- પી.સી. સરકાર (1971) – ભારતના પ્રખ્યાત જાદુગર હતા.
- અનિલ બરન રાય (1952) – બંગાળના પ્રખ્યાત સમાજવાદી કાર્યકર હતા.
- લુઈ બ્રેઈલ (1852) – અંધ લોકો માટે બ્રેઈલ લિપિ વિકાસવનાર પ્રખ્યાત વ્યક્તિ
- ત્યાગરાજા (1847) – કર્ણાટક સંગીતના પ્રખ્યાત કવિ અને સંગીતકાર.
- ભારતેન્દુ હરિશ્ચંદ્ર (1885) – આધુનિક હિન્દી સાહિત્યના પ્રવર્તક, જેમણે હરિશ્ચંદ્ર મેગેઝિન, કવિવચન સુધા જેવું સામયિક બહાર પાડ્યું અને અંધેરનગરી અને ભારત દુર્દશા વગેરે જેવા ઘણા નાટકો લખ્યા.
ઇતિહાસ : 2 જાન્યુઆરી
ઈતિહાસ : 3 જાન્યુઆરી
ઈતિહાસ : 4 જાન્યુઆરી
ઈતિહાસ : 5 જાન્યુઆરી