23 માર્ચ નો ઈતિહાસ
23 માર્ચ નો ઈતિહાસ
23 માર્ચ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ
‘શહીદ દિવસ’ – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ
ભારતમાં દર વર્ષે 23 માર્ચે ‘શહીદ દિવસ’ ઉજવવામાં આવે છે. 23 માર્ચ, 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હકૂમતે ભારતના ત્રણ ક્રાતિકારી વીર સપૂત- ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. શહીદ દિવસ તરીકે ઓળખાતા આ દિવસને ભારતીય ઈતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે, પરંતુ આઝાદીની લડાઈ માટે પોતાનું બલિદાન આપનારા આ વીર આપણા આદર્શો છે. આ ત્રણેય ક્રાતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. આમ બ્રિટિશ અદાલતના આદેશ અનુસાર ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 24 માર્ચ, 1931ના રોજ સવારે 8 વાગ્યે ફાંસી આપવામાં આવનાર હતી. પરંતુ 23 માર્ચ, 1931ના રોજ જ આ ત્રણેય ક્રાંતિકારીઓને મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ ફાંસી આપવામાં આવી હતી અને તેમના નશ્વર દેહ તેમના પરિવારને સોંપવાના બદલે સતલજ નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.
2008 – ભારતે સરફેસ ટુ સરફેસ મિસાઈલ ‘અગ્નિ-1’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
2007 – વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત શ્રીલંકા સામે હારી ગયું.
2006 – ઓસ્ટ્રેલિયાએ દાણચોરીના આરોપમાં ઉત્તર કોરિયાના જહાજ પોન્સ ગુને ડુબાડી દીધું.
2003 – દક્ષિણ આફ્રિકાના વાડર ખાતે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રને હરાવીને વર્લ્ડ જીત્યો.
2001 – રશિયન સ્પેસ સ્ટેશન ‘મીર’ની જળ સમાધી.
1999 – પેરાગ્વેના ઉપરાષ્ટ્રપતિ પુઇ મારિયા અર્ગાનાની હત્યા.
1996 – તાઈવાનમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે સીધી ચૂંટણી યોજાઈ.
1995 – રૈનચો રુગીએરો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના પ્રથમ ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયા,
1995 –ભારતના વિશ્વનાથન આનંદે પ્રોફેશનલ ચેસ એસોસિએશન કેન્ડિડેટ્સની ફાઇનલ સિરિઝ જીતી.
1951- વિશ્વ હવામાન દિવસની ઉજવણી શરૂઆત થઇ.
ઈતિહાસ : 22 માર્ચ
23 માર્ચ નો ઈતિહાસ જન્મજયંતિ
- જહાં આરા (1614) -મુઘલ સમ્રાટ શાહજહાં અને મુમતાઝની સૌથી મોટી પુત્રી હતી.
- બસંતી દેવી (1880) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની.
- રામ મનોહર લોહિયા (1910) – ભારતીય સ્વતંત્રતા સેનાની.
- આદિત્ય પ્રસાદ દાસ (1951) – ભારતના પ્રતિષ્ઠિત જીવવિજ્ઞાની.
- વિનય કુમાર સક્સેના (1958) – દિલ્હીના ઉપરાજ્યપાલ છે.
- સ્મૃતિ ઈરાની (1976) – ટીવી કલાકાર, ભાજપા મહિલા નેતા.
ઈતિહાસ : 21 માર્ચ
23 માર્ચ નો ઈતિહાસ પૃણ્યતિથિ
- રમેશ ચંદ્ર લાહોટી (2022) – ભારતના 35મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- બ્રિગેડિયર રાય સિંહ યાદવ (2017)- ‘મહાવીર ચક્ર’થી સન્માનિત ભારતીય સેનાના અધિકારી હતા.
- સુહાસિની ગાંગુલી (1965) – ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની.
- ગુરદયાલ સિંહ ધિલ્લોન (1992) – ભારતના પાંચમા લોકસભા અધ્યક્ષ.
- લાલા રામ (1927) – ઇન્ડિયન આર્મીના 41મા ડોગરામાં લાંસ નાયક હતા.