22 એપ્રિલ નો ઈતિહાસ
22 એપ્રિલ નો ઈતિહાસ
22 એપ્રિલ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ
વર્લ્ડ અર્થ ડે – પૃથ્વીની રક્ષણ અને પર્યાવરણનું જતન કરીયે,
દુનિયાભરમાં 22 એપ્રિલના રોજ વર્લ્ડ અર્થ ડે એટલે કે પૃથ્વી દિવસની ઉજવણી કરાય છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય પર્યાવરણીય સંરક્ષણનું સમર્થન આપવાનો છે. અમેરિકાના સિનેટર જેરાલ્ડ નેલ્સન દ્વારા પૃથ્વી દિવસ સૌપ્રથમ વાર 22 એપ્રિલ, 1970ના રોજ ઉજવાયો હતો. તે સમયે લગભગ 20 લાખ અમેરિકન નાગરિકોએ એક સ્વસ્થ, ટકાઉ પર્યાવરણના ધ્યેય સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હાલ દુનિયાભરમા ગ્લોબલ વોર્મિંગ એટલે કે જળવાયુ પરિવર્તનનું જોખમ વધી રહ્યુ છે ત્યારે પૃથ્વીના રક્ષણ અને પર્યાવરણના જતન માટે લોકોને જાગૃત કરવાના હેતુસર વર્લ્ડ અર્થ ડેની ઉજવણી બહુ જ મહત્વપૂર્ણ બની રહે છે.
વિશ્વ જળ દિવસ
કહેવાય છે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણીના કારણે થશે. હાલ દુનિયાભરમાં પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ત્યારે વિશ્વ જળ દિવસ (World Water Day)ની ઉજવણી આપણને પાણીનું સંરક્ષણ કરવાના મહત્વ વિશે સમજાવે છે. દુનિયાભરમાં 22 એપ્રિલના રોજ વિશ્વ જળ દિવસ એટલે કે વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવામાં આવે છે. પહેલીવાર વિશ્વ જળ દિવસની 1993માં ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે વર્ષ 2023ના વિશ્વ જળ દિવસની થીમ છે “એક્સીલેરેટિંગ ચેન્જ” જેથી પાણી અને સ્વચ્છતાની કટોકટીને ઉકેલવા માટે જરૂરી પરિવર્તનને વેગ આપી શકાય. આ થીમ માનવીની રોજિંદી જરૂરિયાતોમાં પાણીનો યોગ્ય ઉપયોગ કરવાના મહત્વને દર્શાવે છે.
2010 – દિલ્હીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એસપી ગર્ગે 1996ના લાજપત નગર માર્કેટ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર કરાયેલા છ લોકોમાંથી ત્રણ, મોહમ્મદ નૌશાદ, મોહમ્મદ અલી બટ્ટ અને મિર્ઝા નિશાર હુસૈનને મૃત્યુદંડની સજા સંભળાવી.
2008 –રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લુડવિગ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.
2005 – બાંડુંગ (ઇન્ડોનેશિયા)માં 50 વર્ષ પછી બીજી એશિયન-આફ્રિકન કોન્ફરન્સ શરૂ થઈ.
2004 – ઉત્તર કોરિયામાં ભીષણ ટ્રેન અથડામણ, 3000 જાનહાનિ.
2002 – પાકિસ્તાનમાં પર્લ મર્ડર કેસની સુનાવણી શરૂ થઈ.
૧૬૨૨ – ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ હોર્મુઝ ટાપુ પર કબજો મેળવી ટાપુ પર પોર્ટુગીઝ નિયંત્રણ સમાપ્ત કર્યું.
૧૮૬૨ - ઇતિહાસપ્રસિદ્ધ મહારાજ લાયબલ કેસનો ચુકાદો આવ્યો કે જેમાં કરસનદાસ મૂળજીને નિર્દોષ તથા મહારાજા જદુનાથજીને દોષી જાહેર કરાયા.
૧૮૬૪ – અમેરિકન કોંગ્રેસે કોઇનેજ એક્ટ પસાર કર્યો, જેના મુજબ અમેરિકાનાં દરેક ચલણી સિક્કા ઉપર "In God We Trust" (ઇશ્વરમાં અમને શ્રદ્ધા છે) લખવું ફરજીયાત બન્યું.
૧૯૩૦ – યુનાઇટેડ કિંગડમ, જાપાન અને અમેરિકાએ સબમરીન યુદ્ધને નિયંત્રિત કરતી અને જહાજ નિર્માણને મર્યાદિત કરતી લંડન નેવલ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
૧૯૬૯ – કલકત્તામાં એક સામૂહિક રેલીમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી-લેનિનિસ્ટ)ની રચનાની જાહેરાત કરવામાં આવી.
૧૯૭૦ – પ્રથમ વખત પૃથ્વી દિવસ મનાવવામાં આવ્યો.
૧૯૭૭ – ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ સૌ પ્રથમ જીવંત ટેલિફોન ટ્રાફિક વહન કરવામાં આવ્યો.
૧૯૯૪ – કેન્સાસમાં મૃત્યુદંડની સજા પુનઃ શરૂ કરવામાં આવી.
૧૯૯૮ – અમેરિકાના ઓર્લેન્ડો શહેરની નજીક ડિઝની એનિમલ કિંગ્ડમ ખુલ્લુ મુકવામાં આવ્યું.
૨૦૦૦ – શ્રીલંકાનાં એલીફન્ટ પાસનાં દ્વિતીય યુદ્ધમાં તમિલ વ્યાધ્રો લશ્કરી છાવણી પર અંકુશ મેળવીને ૮ વર્ષ સુધી પોતાના તાબામાં રાખે છે.
૨૦૧૬ – ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવા પેરિસ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
22 એપ્રિલ નો ઈતિહાસ જન્મજયંતિ
- બી. આર. ચોપરા (1914) – હિન્દી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક.
- કાનન દેવી (1916) – ભારતની પ્રખ્યાત અભિનેત્રી, ગાયિકા અને ફિલ્મ નિર્માતા.
- સ્વામી સચ્ચિદાનંદ (1932) – જાણીતા આધ્યાત્મિક સંત, સમાજ સુધારક, ફિલસૂફ અને લેખક છે.
- પી. ચંદ્રશેખર રાવ (1936) – આંતરરાષ્ટ્રીય અદાલતમાં સમુદ્રના કાયદાના ન્યાયાધીશ છે.
- કમલા પ્રસાદ બિસેસર (1952) – ભારતીય મૂળના કેરેબિયન ટાપુ ત્રિનિદાદ અને ટોબેગોના મહિલા વડાપ્રધાન.
- મનોજ મુકુંદ નરવણે (1960) – ભારતીય સેનાના આર્મી ચીફ છે.
- ગુરુપ્રસાદ મહાપાત્રા (1962) – ભારતના IAS ઓફિસર.
- ચેતન ભગત (1974) – પ્રખ્યાત નવલકથા લેખક.
- અમ્મુ સ્વામીનાથન (1894) – ભારતીય બંધારણના ઘડતરમાં યોગદાન આપનાર મહિલાઓ પૈકીના એક હતા.
- રાધાબાઈ સુબરાયણ (1891) – ભારતીય મહિલા રાજકારણી, સમાજ સુધારક અને મહિલા અધિકારો માટે કામગીરી કરતા કાર્યકર્તા.
- સર ગંગા રામ (1851) – એક પ્રખ્યાત એન્જિનિયર, સામાજિક કાર્યકર અને ભારતમાં હરિયાળી ક્રાંતિના નાયક હતા.
- જેમ્સ પ્રિન્સેપ (1840) – બ્રાહ્મી લિપિના ભાષાશાસ્ત્રી અને અશોકના શિલાલેખો વાંચનાર પ્રથમ અંગ્રેજ વ્યક્તિ હતા.
- અકબર દ્રિતીય (1760) – મુઘલ વંશના 18મો સમ્રાટ.
- ૧૭૦૭ – હેન્રી ફિલ્ડિંગ, અંગ્રેજી ભાષાના નવલકથાકાર અને નાટ્યકાર. (અ. ૧૭૫૪)
- ૧૭૨૪ – ઈમાન્યુએલ કાન્ટ જર્મનનાં આત્મ સ્વાતંત્ર્યના પુરસ્કર્તા અને તત્વજ્ઞાની. (અ. ૧૮૦૪)
- ૧૯૩૫ – ભામા શ્રીનિવાસન, ભારતીય ગણિતશાસ્ત્રી.
- ૧૯૪૬ – ગોપાલકૃષ્ણ ગાંધી - ભારતીય સનદી અધિકારી અને રાજદ્વારી.
22 એપ્રિલ નો ઈતિહાસ પૃણ્યતિથિ
- શ્રવણ કુમાર રાઠોડ (2021) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર હતા.
- લાલગુડી જયરામન (2013) – ભારતના પ્રખ્યાત વાયોલિનવાદક.
- જગદીશ શરણ વર્મા (2013) – ભારતના 27મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- મહમૂદ અલી ખાન (2001) – ભારતના પ્રખ્યાત રાજકારણીઓમાંના એક અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
- હિતેશ્વર સાઇકિયા (1996) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા, જેઓ બે વખત આસામના મુખ્યમંત્રી હતા.
- મંગુરામ (1980) – એક સમાજ સુધારક હતા.
- જોગેશચંદ્ર ચેટર્જી (1969) – ‘કાકોરી કાંડ’ના પ્રખ્યાત ક્રાંતિકારી હતા.